
કોલકાતાથી એક સનસનીખેઝ કેસ સામે આવ્યો છે જે કોઈ ફિલ્મી વાર્તાથી ઓછો નથી. જ્યાં એક પતિએ તેની પત્નીના અવૈધ સંબંધ જાણવા માટે સતત જાસૂસી કરી. તે પછી તેની સામે જે સચ્ચાઈ સામે આવી હતી તેણે હોશ ઉડાવી દીધા હતા. તેને જાણવા મળ્યું કે તેની પત્નીના એક નહિ પરંતુ 14 બોયફ્રેન્ડ છે. તે પછી તેણે જે કર્યું તેનેથી બધા હેરાન રહી ગયા.
બાંગ્લા ઇન્ડિયન એક્સપ્રેસના પ્રમાણે, પત્નીના 14 પુરુષો સાથેના અવૈધ સંબંધોની વાત સામે આવ્યા પછી પતિએ દરેકને કાનૂની નોટીસ મોકલી. પતિએ 14 લોકો પાસેથી 100 કરોડ મુઆવાજે ના રૂપમાં માંગ્યા છે. તેનું કહેવું છે કે 14 લોકો સાથે લગ્ન સંબંધ હોવાના કારણોસર પોતાનું વૈવાહિક જીવન વેરવિખેર થાય ગયું છે
મહિલાનો પતિ કોલકાતા માં એક બીઝનેસમેન છે. તેનો આરોપ છે કે આ પુરષોના લીધે તેનું વૈવાહિક જીવન બરબાદ થયું છે. સમાજમાં પણ તેની પ્રતિષ્ઠા ધોવાઇ ગઈ છે. તેથી તેણે પોતાના કાર ડ્રાઈવરને જાસૂસ બનાવીને દરેક ની વિરુધ્ધ સબુત ભેગા કરી લીધા છે.
પતિએ 14 લોકોને અલગ-અલગ નોટીસ આપી છે. તેમાં લખ્યું છે કે નોટીસ મળ્યાના 2 હપ્તાની અંદર માનહાની ની ક્ષતિ પુરતી કરવામાં નહી કરવામાં આવે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવેશે. પતિએ નોટીસમાં ચોખ્ખું લખ્યું છે કે, ‘મને ખબર પડી છે કે તમારા લોકોના મારી પત્નીની સાથે શારીરિક સંબંધો છે અને તેઓ ગોપનીય રીતે મારી પત્નીના સંપર્કમાં રહે છે.’
આગળ તેણે લખ્યું, ‘તમે બધા જ જાણો છો કે તેના લગ્ન થયા છે. સાથે તમે પણ જાણો છો કે હું તેનો પતિ છું. તમારા લોકોના ગેરકાયદેસર સંબંધોના લીધે મારું દામ્પત્ય જીવન વેરવિખેર થઇ ગયું છે, હું તકલીફમાં જીવી રહ્યો છુ. મારી સામાજિક છબી ધોવાય ગઈ છે. તમારે બધાએ માનહાનીના અનુસંધાનમાં 2 અઠવાડિયામાં 100 કરોડ દેવા પડશે. આવું નહિ કરો તો તમારા બધા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરાવી પડશે.