You are here
Home > Gujarati News >

શુક્રવારના રોજ આ ખાસ કાર્ય કરવાથી જીવનની પરેશાનીઓ થશે દુર, પરંતુ આ એક કામથી રહેવું દુર નહિ તો થશે તકલીફો ભરપુર

શાસ્ત્રો માં એવા ઘણા તરીકા બતાવવામાં આવ્યા છે, જેની મદદથી આપને આપના જીવનની પરેશાનીઓ માંથી રાહત પ્રાપ્ત કરી શકીએ છીએ, જો આપને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો શુક્રવાર ના દિવસે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં અવે છે. આ શુક્ર નો દિવસ માનવામાં આવે છે. શુક્ર આપણા જીવન, વાહન, ધન સુખ, જીવન માં સ્ત્રી ને પ્રભાવિત કરે છે, શુક્ર ગ્રહ ને એક સ્ત્રી ગ્રહ માનવામા આવે છે. એવું બતાવવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ની ઉપર શુક્ર ગ્રહ નો શુભ પ્રભાવ છે તો એના કારણે વ્યક્તિ ને એશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે.

શુક્રવાર નું દિવસ માતા લક્ષ્મીજી ની સાથે સાથે કાળી માતા નો પણ દિવસ માનવામાં આવે છે, આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવાર ના દિવસે ક્યા કાર્ય કરવા જોઈએ અને ક્યાં કાર્ય n કરવા જોઈએ?, એના વિશે જાણકારી આપીશું. તો ચાલો જાણી લઈએ એના વિશે..

શુક્રવારના દિવસે કરવા આ કામ

  • શુક્રવારના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીજીની ઉપાસના જરૂર કરવી જોઈએ.
  • શુક્રવારના દિવસે બે મોતી લેવા અને એમાંથી એક મોતી પાણી માં પ્રવાહિત કરીને એક મોતી તમારી પાસે જીવનભર રાખવું, એનાથી ધન સાથે જોડાયેલી દરેક પરેશાનીઓ દુર થાય છે.
  • શુક્રવારના દિવસે માથા પર લાલ ચંદન નું તિલક લગાવવું જોઈએ.
  • જો તમે શુક્રવાર ના દિવસે કોઈ યાત્રા પર જઈ રહ્યા હોય તો પૂર્વ, ઉત્તર અને ઇશાન ખૂણા ની યાત્રા પર જઈ શકો છો.

  • શુક્રવારના દિવસે ગાયન, સંગીત, નૃત્ય વગેરે રચનાત્મક કાર્યો ની શરૂઆત કરી શકો છો.
  • શુક્રવારના દિવસે સ્નાન કરતા સમયે ન્હાવા ના પાણીમાં ઉચિત માત્રા માં દહીં અને ફટકડી મિક્સ કરીને સ્નાન કરવું.
  • શુક્રવાર ના દિવસ તમે શરીર પર સુગંધિત અત્તર લગાવો.

  • શુક્રવાર ના દિવસે વાહન, વસ્ત્ર, આભુષણ, ચાંદી વગેરે ના ખરીદી વેચાણ માટે ખુબ જ શુભ દિવસ માનવામાં આવે છે.
  • શુક્રવાર ની રાત્રે સુતા પહેલા તમારા દાંત ને ફટકડી થી સાફ કરીને સુવું, એ સિવાય રાત્રે ફક્ત પાણી થી કોગળા કરીને પણ સુઈ શકો છો.

શુક્રવારના દિવસે આ કામ ભૂલથી પણ n કરવું

  • શુક્રવારના દિવસે કોઈ પણ મહિલા નું અપમાન ના કરવું, ફક્ત શુક્રવાર જ નહિ,તમારે કોઈ પણ દિવસ મહિલાનું અપમાન કરવાથી બચવું જોઈએ.
  • શુક્રવારના દિવસે તમારે ખાટી વસ્તુ નું સેવન કરવાથી બચવું જોઈએ.
  • તમે કોઈ પણ પ્રકારની શરીર પર ગંદકી ના રાખો, કારણકે એના કારણે આકસ્મિક દુર્ઘટના થવાની સંભવના રહે છે.
  • શુક્રવારના દિવસે પશ્ચિમ અને દક્ષિણ દિશાની યાત્રા પર જવાથી બચવું જોઈએ.

ઉપરોક્ત તમારે જ્યોતિષ શાસ્ત્ર અને લાલ પુસ્તક અનુસાર શુક્રવાર ના દિવસે ક્યાં કાર્ય કરવા જોઈએ અને ક્યાં કાર્ય ના કરવા જોઈએ? એના વિશે જાણકારી આપવામાં આવી ચ૩એ, જો તમેં આ વાતો પર અમલ કરો છો તો એનાથી તમારા જીવન ની ઘણી પરેશાનીઓ દુર થઇ શકે છે. એટલું જ નહિ પરંતુ ભગવાન ના આશીર્વાદ પણ તમારી ઉપર બની રહેશે, આ વાત નું ધ્યાન રાખવાથી તમે દરેક ક્ષેત્ર માં કામયાબી પ્રાપ્ત કરી શકશો.

Leave a Reply

Top